વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૧૪ એપ્રિલ, ૨૦૨૦ મંગળવારે સવારે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં દેશવાસીઓને 'આરોગ્ય સેતુ એપ' (Aarogya Setu App) ડાઉનલોડ કરવાનો આગ્રહ કર્યો છે, ત્યારબાદ ૨૪ કલાકના સમયગાળામાં જ ૫ કરોડ લોકોએ આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી છે.
👉 કેન્દ્ર સરકારનાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આરોગ્ય મંત્રાલયના સહકાર સાથે તૈયાર કરેલું આ એપ ગૂગલ પ્લે સ્ટોર તથા એપલના એપ સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે...
👉 આરોગ્ય સેતુ એપ ૧૧ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.
👉 App ની બનાવટ એવી છે કે એ ગમે એટલું લોડ (load) હોય તો પણ ચાલી શકે છે
👉 આ એપ કોરોના વાયરસને નિયંત્રિત કરવા અને તેની જાણકારી સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે બનાવવા આવી છે.
👉 આ એપને ઇન્સ્ટોલ કર્યા બાદ સેટ અપ કરવું એકદમ સરળ છે. લોકેશન(GPS)ને always on રાખવાનું છે અને બ્લુટુથ (Bluetooth) ને પણ ચાલુ રાખવાનું છે.
👉 રજીસ્ટ્રેશન પ્રોસેસ માટે તમને ફોન પર OTP મોકલવામાં આવશે, જેને ભરવાનો રહેશે. ત્યાર બાદ તમારે પોતાની પર્સનલ માહિતી નામ, સરનામું, ઉંમર,ધંધો ઉપરાંત સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કેટલીક અન્ય બાબતો પણ પૂછવામાં આવશે જે તમારે ભરવાની રહેશે.
આ પણ વાંચવા જેવું :
https://diamondbridgegroup.blogspot.com/2020/04/how-to-influence-people-to-do-at-your.html
👉 આ એપ્લિકેશનમાં સેલ્ફ ટેસ્ટ નામનો ઓપ્શન છે, જેમાં તમને તમારી સ્વાસ્થ્ય સંબંધિત માહિતી પુછવામાં આવશે. પૂછવામાં આવેલ સવાલના જવાબને આધારે એપ એ જણાવશે કે તમારામાં કોરોનાના લક્ષણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં આ એપ સરકાર પાસે તમારો ડેટા મોકલે છે. તેના બાદ આરોગ્ય વિભાગ તરફથી તમારા માટે isolation પ્રોસેસ શરૂ કરવામાં આવશે.
👉ડાઉનલોડ કર્યા બાદ આ એપ પૂછે છે કે શું તમને ખાંસી, તાવ અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. જો તમને કોઇ એવી સમસ્યા નથી, તો તમે ગ્રીન ઝોનમાં રહેશો.
👉 આ ખાસ એપ આસપાસ હાજર કોરોના પોઝિટિવ લોકો વિશે માહિતી મેળવવામાં મદદ કરશે. આરોગ્ય સેતુ app ને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જે કોઈ આરોગ્ય સેતુ app યુઝર તમારી પાસેથી પસાર થાય અને તેનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે અથવા કોરોનાના લક્ષણ આવ્યા છે તો તેની જાણકારી નોટિફિકેશન દ્વારા તમને આપવામાં આવશે.
આ પણ વાંચવા જેવું :
https://itsolutiondiamondbridgegroup.blogspot.com/2020/04/new-tax-solution-in-covid-19-situation.html
આ પણ વાંચવા જેવું :
https://itsolutiondiamondbridgegroup.blogspot.com/2020/04/new-tax-solution-in-covid-19-situation.html
👉જીપીએસના આધારે વપરાશકારનું ચોક્કસ લોકેશન નક્કી થાય છે, જ્યારે બ્લૂટૂથના આધારે એ ખ્યાલ આવશે કે તમે ક્યારે અને ક્યાં કોઇ નોવેલ કોરોના વાયરસ ધરાવતી વ્યક્તિથી લગભગ છ ફૂટ જેટલા નજીકના અંતરે પસાર થયા હતા..?
👉 જ્યારે પણ તમે કોઇપણ ભીડભાડવાળા સ્થળ પર જાવ છો. આ એપ બ્લૂટૂથ વડે આસપાસના મોબાઇલને સંદેશની આપ-લે કરે છે. જ્યારે તમે કોઇની પાસે ઉભા રહો અને પાસે ઉભેલો વ્યક્તિ પણ ગ્રીન ઝોનવાળો નોર્મલ વ્યક્તિ જ છે પરંતુ તે વ્યક્તિ આજથી ૧૦ દિવસ બાદ પણ કોરોના પોઝિટિવ થઇ જાય તો આ એપ તમને નોટિફિકેશન મોકલીને તાત્કાલિક સતર્ક કરી દેશે. એવામાં તમે પોતાની તપાસ સુનિશ્વિત કરાવી શકો છો. આ એપ તમને હોટ સ્પોટ્ની સૂચના પણ આપી દેશે, જેથી તમે રસ્તો બદલી લો.
👉 આ એપ્લિકેશન તમને એ પણ જણાવશે કે તમે જે વિસ્તારમાં રહો છો તે કયા ઝોનમાં આવે છે.આ એપ્લિકેશન દ્વારા જ ટોલ ફ્રી નંબર ૧૦૭૫ પર કોલ કરી ટેસ્ટ કરાવવા માટે એપોઇન્ટમેન્ટ શિડયુલ કરી શકો છો.
👉 આરોગ્ય સેતુ એપમાં ટ્રેકિંગ ઉપરાંત સરકારમાં નોંધાયેલા કોરોના કેસનો તમામ ડેટા ઉપરાંત કોવિડ ૧૯ વિશે ઉપયોગી માહિતી તથા સલાહસૂચનો પણ ફીડ કરી દેવામાં આવ્યા છે.
👉 વધુને વધુ લોકો આ એપ ડાઉનલોડ કરશે અને તેમાં પોતાની વિગતો ઉમેરશે તેમ તેમ આ એપની ઉપયોગિતા વધશે. તેમાં તમામ રાજ્યોની કોરોના હેલ્પલાઇનના નંબર પણ આપવામાં આવ્યા છે.
Comments
Post a Comment
For more details plz comment... 🙏