કોરોના તો જતો રહેશે, પણ કોરોના ભારતને ઘણું બધું આપી જશે...!!!
આમ તો વિપદા માણસને ઘણું બધું શીખવાડી જતી હોય છે . વિશ્વ કોરોનાની આફતમાંથી શું શીખશે..? તેની ખબર નથી, પણ કોરાના
ભારતીયોને ઘણી બાબતની શીખ આપી દેશે.આધુિનકતા તરફની દોટને કારણે આપણે આપણીપરંપરા ભૂલી પશ્ચિમના દેશોનું આંધળુ અનુકરણકરવા લાગ્યા હતા, પણ કોરાનાએ જાણે આપણને બ્રેક મારી પશ્ચિમ તરફ જતા અટકાવ્યા છે. કોરોના કયારે અટકશે અને કોરાનાને કારણે કેટલા લોકો પોતાનો જીવ ગુમાવશે તે કહેવું હાલમાં
મુશ્કેલ છે ,પણ કોરાના ભારતમાંથી વિદાય લેશે ત્યારે કોરોના ભારતીયોને નવી દિશા અને જૂની જીવનપધ્ધિત આપી જશે.
(1) આપણી જૂની પરંપરા હતી કે જ્યારે આપણે બહારથી ઘરે આવીએ ત્યારે બુટ ચંપલ બહાર ઉતારી ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં હાથ પગ ધોઈ ઘરમાં પ્રવેશ કરતા હતા, પણ હવે હાથ પગ ધોવાનું તો બાજુ ઉપર રહી ગયું, પણ અનેક ઘરોમાં બુટ ચંપલ પહેરી ફરવા લાગ્યા હતા,પણ કોરાનાએ આપણને અટકાવ્યા અને આપણને
ફરજ પાડી છે કે તમારી જૂની પરંપરા પ્રમાણે બુટ ચંપલ બહાર ઉતારી હાથ પગ સારી રીતે ધોઈ ઘરમાં પ્રવેશ કરો.
(2) વિશ્વ જયારે યોગ અને આયુર્વેદ તરફ વળી રહ્યું છે ત્યારે ભારતીયો લગભગ આ બન્ને બાબતને તીલાંજિલ આપવાની તૈયારી
કરી હતી,પણ કોરોનાએ સાબિત કરી આપ્યું કે એલોપથી લાચાર છે , ખરેખર કોરાના સામે લડી શકે અને કોરાના અને તેના જેવી આવનારી બીમારીઓ સામે આપણી દાદીના ઘરેલુ ઉપચાર અને આયુર્વેદ વધારે કારગર નિવડી રહ્યા છે.
(3) પશ્ચિમના દેશોનું અનુકરણ કરતાં આપણે ફાસ્ટ ફુડ અને વિવિધ પ્રકારના ઠંડા પીણાં પીવાની શરૂઆત કરી હતી, પણ કોરોનાની સારવાર કરનાર વિશ્વના ડૉકટરો હવે કોરોના સામેની લડાઈમાં ઘરનો ખોરાક અને ગરમ પાણી વધુ અસરકારક હોવાનું કહી રહ્યા છે.
(4) કોઈના મૃત્યુ બાદ આપણે મૃતકના ઘરે અથવા સ્મશાનમાં જઈ પોતાના ઘરે પાછા ફરતા ત્યારે આપણે ઘરમાં કોઈને પણ સ્પર્શ કર્યા વગર સ્નાન કરી લેતા હતા.આપણા વડીલો તેને સુતક કહેતા હતા,પણ આપણે સુતકના નામે ચાલતી આ પરંપરાને ફગાવી દીધી હતી,પણ કોરાનદ રિમયાન સાવચેતી અંગે આપણને મળેલી
ડૉકટરોની સલાહે સાબિત કરી આપ્યું કે મૃત્યુ પ્રસંગે ગયા બાદ સ્નાન કરવું કેટલું હિતાવહ છે.
(5) અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવ્યા તે મુલાકાત પ્રસંગને આપણે ‘નમસ્તે ટ્રમ્પ’ નામ આપ્યું હતું.જો કે આપણે ખુદ નમસ્તે કરવાનું ભૂલી જ ગયા હતા,આપણે નમસ્તેની પરંપરા છોડી હાથ મીલાવવાની પરંપરા અપનાવી લીધી હતી, પણ કોરોનાએ આપણને કહ્યું કે મારાથી બચવું હોય તો નમસ્તે જ બચાવી શકશે.
(6) ઈશ્ચર અથવા અલ્લાહની બંદગી માટે ટોળા થઈ મંદિર અને મસ્જીદમાં જવાની જરૂર નથી કારણ પ્રાથૅના અને નમાઝ અત્યંત
વ્યક્તિગત બાબત છે અને તેને વ્યક્તિગત જ રહેવા દેવામાં બધાની સલામતી છે . જેઓ ભાન ભૂલ્યા તેમની કિંમત ચુકવવી પડે છે તે સાબિત થયું છે.
(7) પોતાના પ્રિયજનનું પણ એંઠુ ખાવું અથવા પીવું નહીં તેવી આપણી ધામિૅક માન્યતા હતી,પણ આધુિનકતાની દોટમાં આપણે તે માન્યતા ફગાવી દીધી, પણ સમયે સાબિત કરી આપ્યું કે કોઈને થયેલી બીમારીનો ચેપ બીજાને લાગે નહીં તેવો હેતુ એઠું ખાવા-પીવાની મનાઈ પાછળ હતો.
(8) માણસને જીવવા માટે બહુ ચીજો અથવા બહુ પૈસાની જરૂર નથી,ઓછામાં પણ ઉત્તમ જીવી શકાય છે .લોકડાઉને આપણને શીખવ્યું કે ખાવા પીવાના ખર્ચા સિવાય આપણને વધારે ખર્ચ થતો
જ નથી, રવિવારે તો બહાર જમવા જવું જ પડે તેવું અનેક લોકો માનતા હતા, પણ રેસ્ટોરન્ટમાંં ગયા વગર પણ સારી જિન્દગી જીવી શકાય છે તે આપણે જોયું છે.
(9) સમય નથી..!!! તેવું કારણ આપી આપણે રાત દિવસ દોડયા કરતા હતા,પણ લોકડાઉને શીખવ્યું કે આપણી પાસે પોતાના માટે સમય તો હોય છે , પણ આપણે એવા ભ્રમમાં જીવીએ છીએ કે હું દોડીશ નહીં તો બધું થંભી જશે,લોકડાઉનમાં આપણે ઘરમાં જ રહ્યા, છતાં દુનિયા તેની ગતિમાં ચાલતી રહી.
(10) ભારતમાં સ્વચ્છતાના મુદે જાગૃતિ ન્હોતી,પણ કોરાનોના કારણે જે જાગૃતિ આવી તે સરેરાશ ભારતીયનું આયુષ્ય દસ વર્ષ વધારી જાય તો નવાઈ નહી...
(11) હાલના સમયમાં જયાં ચાલતા જઈને કામ થતું હોય છે ત્યાં સ્કૂટર કે બાઇક લઇને જઇએ છીએ અને જ્યાં સ્કૂટર કે સાઇકલથી કામ પતતુ હોય ત્યાં મોટરકારનો ક્રેઝ વધ્યો છે.
જેનું પ્રમુખ કારણ દેખાદેખી અને પ્રદર્શન કરવાની વૃત્તિ છુપાયેલી છે.
અત્યારે લોકડાઉનના સમયમાં આપણને ખબર પડી કે ચાલતા જઈને કામ થતું હોય તો વાહન લઈને જવાની જરૂર નથી...
(12) આખો દિવસ ઘરમાં રહીને શું કરે છે...? એવો લગભગ દરેક ગૃહિણીને સવાલ કરવામાં આવતો હતો, પણ કોરોના વાયરસ ના લોકડાઉનના સમયમાં દરેક પતિને ખબર પડી કે ઘરે રહીને રસોઈ સિવાયના પણ બીજા ઘણા કામ હોય છે, જેમાં સમય આપવો પડે છે.
👍🏻
ReplyDeleteSachi vat chhe
ReplyDeleteThank u so much for your comment....
Delete