વતન જવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવેલા મૂજરો.
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં શુક્રવારે રાત્રે મોટી સંખ્યામાં લૂમ્સ (Loom Worker)માં કામ કરતા મજૂરો (Daily Wager) રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ લોકોએ પોલીસ પર પથ્થમારો (Stone Pelting on Police) કર્યો એટલું જ નહીં આ દરમિયાન આગજનીના બનાવો પણ બન્યા હતા. જે બાદ પોલીસે (Surat Police) કેટલાક લોકોની અટકાયત કરી લીધી હતી. સુરત શહેરમાં રોજીરોજી માટે અન્ય રાજ્યમાંથી આવતા હજારો મજૂરો રહે છે. લૉકડાઉન (Lockdown)ને કારણે આ તમામ લોકો બેરોજગાર બન્યા છે. એટલું જ નહીં શુક્રવારે ચાર હજાર જેટલા લોકો રસ્તા પર નીકળ્યા હતા, તેમની માંગણી તેમને તેમના વતન જવાની પરવાનગી આપવામાં આવે તેવી હતી.
સુરતમાં હાલ હજારો પરપ્રાંતિયો ધંધા-ઉદ્યોગ ઠપ્પ થઈ જતાં આર્થિક ભીંસમાં મૂકાયા છે. હવે જ્યારે પણ લૉકડાઉન ખુલશે ત્યારે આ લોકો વતનની વાટ પકડશે. એટલે કે લૉકડાઉન ખુલ્યા બાદ પણ ધંધા અને ઉદ્યોગની હાલત વધારે કફોડી બનશે. હાલ પરપ્રાંતિયો પાસે વતન મોકલવા માટે પૈસા નથી તેમજ પોતાના જીવન નિર્વાહ માટે પણ પૈસા નથી. આથી આ લોકો હવે ઉગ્ર પ્રદર્શન સાથે રસ્તા પર ઉતરી રહ્યા છે.
હાલ તંત્રએ લૉકડાઉનમાં આવા મજૂરો પલાયન ન કરે તેના પગલે તેમના ઘરના ભાડા માફ કરાવ્યા છે, ઉપરાંત તેમના માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. જોકે, રોજગારી ન હોવાથી આ લોકો અકડાયા છે. બીજી તરફ જે મજૂરો અહીં ફસાયા છે તેમના પરિવારના લોકો પણ ચિંતા કરી રહ્યા છે. આથી મજૂરોએ લૉકડાઉન ખુલતાની સાથે જ વતન જવાની તૈયારી શરૂ કરી લીધી છે.
આ પણ વાંચવા જેવુંં 👇
https://currentthaught.blogspot.com/2020/04/blog-post.html
એવી પણ ચિંતા ક્ત કરવામાં આવી છે કે જો આ લોકો મોટા પ્રમાણમાં હિજરત કરશે તો સુરતનો ડાયમંડ અને કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં મૂકાઈ જશે. આથી આગામી દિવસોમાં ઉદ્યોગોની હાલત વધારે કફોડી બનવાની છે. બીજી તરફ એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે આર્થિક સંકડામણને કારણે ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો જો ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળી જશે તો વધુ એક મુશ્કેલી ઉભી થશે.
આ પણ વાંચવા જેવું...👇
https://currentthaught.blogspot.com/2020/04/blog-post_10.html
પરપ્રાંતિય મજૂરોને એવી પણ ચિંતા સતાવી રહી છે કે ધંધા-રોજગાર શરૂ થતાની સાથે તેમને પૈસા નહીં મળે. આથી હાલ તો આ લોકો લૉકડાઉન ખુલે તેની જ રાહ જોઈ રહ્યા છે. આ જ કારણે છેલ્લા દિવસોથી મજૂરો પાંડેસરા અને લસણકા વિસ્તારમાં રસ્તા પર આવીને દેખાવો કરી રહ્યા છે.
ન્યુટન ની દ્રષ્ટિ એ આ બેકાર વ્યક્તિઓ સાચા છે. તેઓ એક રૂમમાં ( જે લગભગ 6*6 અથવા 5*5 ની ખોલી ) ચારથી પાંચ વ્યક્તિ રહે છે, તમે જ વિચાર કરો એટલા જ રૂમમાં રહેનાર વ્યક્તિ ન ઘરની બહાર નીકળી શકે. આટલી જ ખોલીમાં ૨૧ દિવસ કાઢવા કેટલા અઘરા હોઈ શકે. તેમનું ભાડું તો માફ થઈ ગયો છે પરંતુ જમવાનું અઘરું પડી જાય. વળી તેઓ પુરા બહાર જાય તો પોલીસ દ્વારા માર ખાવાની બિક રહે.
ReplyDeleteજો તેઓ તેમના વતન પહોંચે તો ત્યાં ખુબજ સરળ જીવન છે. પરંતુ તેમને વતન છે તે પહેલા બધાના COVID 19 ના રિપોર્ટ ( બ્લડ રિપોર્ટ નહીં કે નાક તે ગળાના રિપોર્ટ) કરાવવા જોઈએ. જેથી ભારત COVID 19 ત્રીજા સ્ટેજમાં ના જાય. અને મારું personal opinion એ પણ છે કે p. chidambaram નાં 10 અભિપ્રાયોને કેન્દ્ર સરકારે ધ્યાન પર લઈને તે દિશામાં કામ કરે તો છે છે છેવાડાના લોકોની તકલીફ ઓછી થઇ શકે છે.
ખૂબ સરસ... તમારા વિચારો ખૂબ જ લોજિકલ છે....practicle છે.... આ મહામારીના સમયમાં જેઓ આ પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા છે એમનું મન જ જાણતું હશે... કે કઈ રીતે દિવસો પસાર કરવા.... આભાર..... આપ આ બ્લોગ અન્ય લોકોને ફોરવર્ડ કરીને એમનો પણ opinion બ્લોગમાં લેશો.... એવી ભલામણ છે.... આભાર 🙏
Deleteજાણકારો ના મત પ્રમાણે અર્થ વ્યવસ્થા ની ગાડી પાટે ચડતા ઓછા માં ઓછા 9 થી 12 મહિના નો સમય લાગી શકે છે. સમગ્ર વિશ્વમાં મંદી નો માહોલ છે જેની અસર આપણા દેશ, રાજ્ય તેમજ આપણા શહેર માં પણ જોવા મળશે. દેશ ના કેટલાક રાજ્યો એ લોક ડાઉન ની મુદત મા વધારો(30 એપ્રિલ) કરી દીધો છે અને મોટા ભાગના મુખ્ય મંત્રી ઓ સમગ્ર દેશમાં લોક ડાઉન વધારવા ની તરફેણ માં છે, ત્યારે આવા કપરા સમયે સ્વાભાવિક છે કે પોતાના ગામ થી રોજી રોટી કમાવા માટે સુરત આવેલા પરપ્રાંતીયો ને પોતાના પરિવાર ની ચિંતા હોય, તેમજ હાલ તેઓ જે મુખ્ય આશય થી ઘર-પરિવાર છોડી ને આવેલા છે તે નોકરી - ધંધા સદંતર બંધ છે. કોઈ પણ વ્યકિત આવા સમયે પોતાના પરિવાર સાથે રહેવા માંગતો હોય છે. બીજી બાજુ સરકારે કોરોના જેવી મહામારી થી તેઓ ને જ બચાવા માટે આ પગલું ભર્યું છે.
ReplyDeleteસરકારે બધા જ માલિકો ને આદેશ આપ્યો છે કે તેઓ એ કોઈ પણ પગારદાર નો પગાર કાપવો નહીં, પણ છેલ્લા કેટલાક સમય ની વિશ્વ ની અર્થ વ્યવસ્થા જોતા દરેક માલિક પાસે એટલું ભંડોળ હોય એ શક્ય નથી. કદાચ એવું પણ બની શકે કે કેટલાક માલિકો ફરી વાર ધંધો ચાલુ ન પણ કરી શકે. તેમજ એવું પણ બની શકે કે પરપ્રાંતિયો ભવિષ્ય મા આવી કોઈ ઘટના નો શિકાર ન બનવા માટે પરત ન પણ આવે અને પોતાના ગામ ની આજુબાજુ જ ઓછા વેતન માં કામ શોધી લે. માટે હાલ હિરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ તેમજ પરપ્રાંતિયો પર આધારિત ધંધા વ્યવસાય ના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાય ગયો છે. ઉપર ના બ્લોગ માં બ્લોગર અનિલભાઈ એ મહત્વ ના પાસાઓ આપણી સમક્ષ ઉજાગર કર્યાં છે જેને ધ્યાન માં રાખીને આપણા ભવિષ્ય નું નિર્માણ આપણે કરવું જોઈએ.
તમારા મંતવ્ય અને વિચારોથી હું પણ સહમત છું... ખૂબ સરસ....
Deleteઆભાર
Hu tamara mantravyo sathe sahmat6u anil bhai..
ReplyDeleteBhagwan aa korona jevi mahamari mathi aapna desh ne mukt kare aevi prathna hu karu 6u..
Ane desh na badha manaso na નોકરી અને ધંધા chalu thai jay aevi mari prathna 6e
ખૂબ ખૂબ આભાર... આપણે સૌ દેશવાસીઓ એકી સાથે આ positive energy થી પ્રાર્થના કરશું તો ચોક્કસ આ મહામારી માંથી બહુ જલ્દી બહાર આવી જઈશું... આપના અન્ય ગ્રુપમાં પણ આ બ્લોગ ફોરવર્ડ કરશો અને એમની કમેંટ મારા સુધી પહોંચાડવામાં મદદ કરશો એવી આશા રાખું છું... 🙏
Delete