Skip to main content

નવું લોક ડાઉન ૩ મે સુધી રાખવાનું આ છે કારણ...!!!




Lockdown


માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનને ૩ મે, ૨૦૨૦ સુધી વધારવાનો નિર્ણય જાહેર કર્યો એ પહેલાં જ અન્ય ઘણા રાજ્યોએ ૩૦ એપ્રિલ, ૨૦૨૦ સુધીનું પોતાના રાજ્યમાં લોકડાઉન જાહેર કરી જ દીધું હતું.

 માટે લોકડાઉન વધશે તે અંગે લોકોને અંદાજ તો હતો જ અને વધ્યું પણ ખરું પણ ઘણા લોકો હેરાન છે કે આખરે વડાપ્રધાને ૧૯ દિવસનું લોકડાઉન કયા હિસાબે લાગુ કર્યું, કેમકે લોકડાઉન લંબાવવા પહેલા લોકોમાં ૩૦ એપ્રિલ સુધી લોકડાઉન રહેવાની શક્યતા વધી હતી. બધા વિચારમાં છે કે ૩ મે જ કેમ, ૩૦ એપ્રિલ કેમ નહીં...? કે પછી ૧ અથવા ૫ મે કેમ નહીં...?

આ પણ વાંચવા જેવું :
https://motivatediamondbridgegroup.blogspot.com/2020/02/blog-post.html

Lockdown


આવો સમજીએ ૩ મે વાળું ગણિત...


     રાજય સરકારોએ કેન્દ્ર સરકારને લોકડાઉનને ૩૦ એપ્રિલ સુધી વધારવાની અપીલ કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે રજાને જોતા તેને ૩ મે સુધી વધારી દીધું છે.૧ મે શુક્રવારના દિવસે વિશ્વ મજુર દિવસની રજા છે. તે પછી ૨ મે શનિવાર અને ૩ મે રવિવાર એમ બે વીક એન્ડની રજા પડે છે.

આ પણ વાંચવા જેવું :
https://itsolutiondiamondbridgegroup.blogspot.com/2020/04/Coronaefdect.html Do

    ત્રણ દિવસની રજાના લીધે લોકો મોટી સંખ્યામાં ઘરમાંથી બહાર નીકળશે અને સોશિયલ ડિસ્ટેંસિંગને લઇ મુશ્કેલી આવશે. તેના લીધે લોકડાઉનને ૩ દિવસ વધારવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.

Lockdown


જોકે બીજી રીતે લોકો એવું પણ કહે છે કે ત્રણ દિવસમાં એવું તો શું થવાનું હતું કે જે આ ૨૧ દિવસોમાં ન થયું...? ખરેખર કોરોનાના કેસમાં તેના લક્ષણ દેખાવાના ૭ થી ૧૪ દિવસ લાગી જાય છે. તેવામાં ૧૬ દિવસમાં ૩ દિવસ વધુ જોડાવાથી ૧૯ દિવસનો સમય મળી જાય છે, જેમાં કોરોના વાયરસનો વ્યાપ વધતો અટકાવી શકાય અને કોરોના સામેની લડત માટે વધુ સમય મળી રહે...

૩ મે પછી પણ લોકડાઉન વધશે કે નહીં..? એ વિશે આપના મંતવ્યો નીચે આપેલા કમેંટ બોક્સમાં જણાવશો... 

Comments

Post a Comment

For more details plz comment... 🙏