કોરોના વાઈરસના લીધે જે 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે, તેના લીધે ક્યારેય ઘરમાં નવરા બેસવા ન ટેવાયેલા લોકો વધારે પરેશાન થઇ રહ્યા છે. સમય કાઢવો તો પણ ક્યાં? તેની મૂંઝવણ વચ્ચે તેમણે કેટલાક રમુજી ટાઇમપાસ નુસખા શોધી કાઢ્યા છે.
આ અજીબો ગરીબ ટાઇમપાસ હરકતો જાણીને તમને પણ ચોક્કસ હસવું આવી જશે...
👉 મિક્સરને અનિમક્સ કરી નાંખ્યું
મીક્સ ચેવડાને દેશી ભાષામાં 'મિક્સર' કહેવાય. જુદા જુદા ચવાણાને ભેગુ કરીને બનાવાયેલા આ મિકસ ચેવડાને લોકોએ નવરા નવરા ઘરમાં બેઠા અનિમક્સ કરી નાંખ્યું એટલેકે તેની દરેક સેવ, ગાંઠીયો, મમરો અલગ.
👉 તમારા ઘરનો પંખો કેટલી વારમાં સ્થિર થાય?
લો બોલો. સુતા સુતા પંખા પર નજર જાય તે વાત સ્વભાિવક છે. પરંતુ તેને બંધ થતા કેટલી વાર લાગે તેનો સમય ક્યારેય નોટ કર્યો છે ખરી..? એક સોશ્યલ મીડિયા યુઝરે તેની પણ નોંધ લીધી. તેમના મતે તેમના ઘરના પંખાને બંધ થતા 1 મીનીટ અને 22 સેકન્ડનો સમય લાગે છે.
👉 એક લીટરની બોટલમાં કેટલા ટીપા પાણી?
કેટલાક લોકો તો કંઇક વધારે પડતા જ નવરા પડી ગયા છે, આથી તેમને નાના-નાનાં ટાઇમપાસના નુસખા પોસાય તેમ નથી. આથી કલાકો ચાલો એવો એક પ્રયોગ તેમણે હાથ ધર્યો છે. એક લીટર પાણીની પ્લાસ્ટીકની બોટલમાં સોયથી નાનું કાણું પાડી એક એક ટીપું પાડવામાં આવે તો તેમના મતે કુલ 4892 ટીપા પડે.
👉 પાંચ રૂિપયામાં ચણાની દાળના કેટલાં દાણાં આવે?
ચણાની દાળનું પેકેટ તો ઘણીવાર ખરીદીને ખાધું હશે. પણ ક્યારેય તેના દાણાં ગણવાનો વિચાર આવ્યો ખરો, નહીં આવ્યો હોય તો જણાવી દઇએ કઈ કેટલાક લોકોએ આ મહાન કાર્ય પણ કરી બતાવ્યું છે . તેમના મતે આ પાંચ રૂપિયાની દાળના પેકેટ માં કુલ 439 દાણા આવે.
👉 બિસ્કિટના કાણા પણ ગણાય
લોકોએ ઘરે બેઠા બેઠા કઇ બિસ્કીટમાં કેટલા કાણાં આવે અને આખા પેકેટ માં કેટલા બિસ્કિટ તથા તે બઘા મળીને કેટલા કેટલા કાણાં થાય તેની પણ ગણતરી કરી નાંખી છે.
👉 તાશના પત્તામાં કુલ 284 સિમ્બોલ આવે
તીન પત્તી તો બહું રમ્યા અને રમી રમીને કંટાળેલા લોકો હવે તેમાં કેટલા નાના મોટા સિમ્બોલ આવે તે ગણવા બેઠા. એટલેકે 45 પાનામાં ફુલ્લી, કાળી, લાલઅને ચરકટના કુલ 284 નાના મોટા નિશાન આવે.
👉 તાશના પત્તા માં નવીન શોધ...!
તાશના પત્તા તો આપણે નાનપણ થી રમતા આવ્યા છે. પણ દરેક પત્તાને ધ્યાનથી જોવાની નવરાશ અત્યારે મળી.... જેમકે 4 બાદશાહ માંથી એક બાદશાહને મૂછ જ નથી... 🤔
👇આ સિવાયના પણ કેટલાક રમૂજી ટાઈમપાસ નુસખા હોય તો નીચે આપેલા કમેંટ બોક્સમાં જણાવશો અને શેર કરજો... 👇
Comments
Post a Comment
For more details plz comment... 🙏