કોરોનાવાઇરસને લઇને દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન છે તેમજ સરકાર અને પોલિસ દ્વારા આ લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે, ત્યારે અમુક જીવનજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુ માટે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. જોકે પાન, માવા, મસાલા, ગુટખા, સિગરેટ આવશ્યક ચીજવસ્તુ માં નહીં આવતાં હોવાથી એના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવા સમયે વ્યસની લોકો મોઢે માગ્યા રૂપિયા આપીને વ્યસન કરતા હોય છે. ત્યારે આવી તક વેપારી પણ ઝડપી લેતા હોય છે.
આ પણ વાંચવા જેવું 👇:કોરોના વાયરસનો ગુજરાતમાં હાલ કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં લોકડાઉનના ઘણા દિવસો થતાં વ્યસનીઓની ધીરજ ખૂટી રહી છે. લત લાગેલી હોય અને લોકડાઉનના કારણે પાન, માવા, મસાલા, ગુટખા કે સિગરેટ મળવી મુશ્કેલ થઈ છે. ત્યારે આવા સમયે કંઈ પણ કરી વ્યસનીઓ પોતાની લતને સંતોષવાના નવા નવા કિમીયા કરતા હોય છે.
https://currentthaught.blogspot.com/2020/04/blog-post_12.html
વ્યસનીઓ પોતાની જરૂર પુરી કરવા વેપારીઓને કહે છે અને વેપારી તમામ વસ્તુ તેમના સુધી પહોંચાડતા હોય છે, ત્યારે સરકાર દ્વારા આ સમયે આવશ્યક ચીજવસ્તુની જે છૂટછટો આપી છે , એનો કેટલાક લોકો દૂરુપયોગ કરતા પકડાયા છે, કેટલાક લોકો વ્યસનની વસ્તુની હેરા ફેરી કરતા મળી આવ્યા છે.(૧)ગતરોજ તારીખ ૧૧ એપ્રિલ, ૨૦૨૦ નારોજ દૂધના કેનમાં સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાંથી ૧૩૫ ના માવા વેચવા નીકળેલા વ્યક્તિની પોલીસે ઝડપી પાડીને તેની ગાડીની તપાસ કરતા તેના દૂધના કેનમાંથી માવા મળી આવતા પોલીસે આ યુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી હતી.
એક વ્યક્તિ દૂઘનું કેન મોટર સાયકલ પર બાંધીને પસાર થઈ રહ્યો હતો. આ શખ્સે તેનું દૂધનું કેન વ્યવસ્થિત રીતે બાંધ્યુ નહોતું. તે વ્યક્તિએ માસ્ક પણ પહેર્યુ નહોતું તેથી શંકાના આધારે પોલીસે આ શખ્સને રોકીને દૂધના કેનની તલાશી લેતા પોલીસ પણ ચોકી ગઈ હતી. દૂધના કેનમાંથી મોટી સંખ્યામાં કાચી ૧૩૫ ના માવા મળી આવ્યા હતા.
આ પણ વાંચવા જેવુંં 👇:(૨) આવો જ એક કેસ પાટડીમાં વણીન્દ્ર ધામની પાસે આવેલા કોમ્પ્લેકસમાં નકલી ડેપ્યુટી કલેકટર બનીને આવેલા શખ્સે નજીકની દુકાનમાંથી ૨૦૦ મસાલા, ૧૦૦ સિગારેટ તેમજ ૩ ગુટકાના પેકેટ પડાવી લીધા હતા. જે બાદ આ શખ્સે પાટડી પોલીસ મથકે દુકાનદારને દંડ ભરી જવાનું કહીને રૌફ જમાવ્યો હતો. આ અંગે ડેપ્યુટી કલેકટરની ઓફીસમાંથી સીએમ કાર્યાલયમાં ફોન કરીને જાણ કરાઇ હતી. જેમાં નકલી ડેપ્યુટી કલેકટર બનીને આવેલા શખ્સના મોબાઇલ નંબરના આધારે તપાસ કરાતા આ ફોન કોઇ અન્ય વ્યક્તિના નામનો હોવાનું સામે આવ્યુ હતું.
https://currentthaught.blogspot.com/2020/04/blog-post.html
(૩) મોરબીમાં ટિકટોક (Tiktok) પર ડ્રોનમાં (Drone) કાચી ૧૩૫ ના માવા બાંધી અને આકાશમાં ઉડતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં જોત જોતામાં માવાના રસિયાઓએ આ વીડિયોને એટલો ફરતો કર્યો કે આ વીડિયો મોરબી એસપી સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ પોલીસે આ વિવાદિત વીડિયો ટિકટોક પર મુકનારા મોરબીમાં રહેતા જૂનાગઢના માણાવદરના બે યુવકોને ઝડપી અને તેની ધરપકડ કરી છે.
પોલીસે બન્ને યુવાનો વિરુદ્ધ ગેરકાયદેસર ડ્રોન ઉડાડી અને તેમાં તમાકુ વાળા માવા (ફાકી) બાંધી અને વેચાણ કરવા લોકોને એકઠા કરવાનો જાહેરનામા ભંગની ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી સાથે જ આ વીડિયોમાં વપરાયેલા ૨૫ હજાર રૂપિયાના ડ્રોન અને તેના ઇન્સ્ટ્રુમેન્ટ પણ જપ્ત કર્યા હતા...
(૪) પાન, માવા, ગુટખાના બંધાણી આ સમયે કોઈ પણ કિંમત ચૂકવીને પણ વ્યસન કરવા તૈયાર થયા છે. હાલમાં સુરત પોલિસે પણ બે શખ્સોને ડુપ્લિકેટ તાનસેન,રજનીગંધા,વિમલ, માવાનો ટેમ્પો ભરીને ગેરકાયદેસર બમણી કિંમતે વેચાણ કરવા માટે ડિલીવરી કરવા જતા ઝડપી પાડયા છે...
આ પણ વાંચવા જેવું...👇(૫) અમદાવાદમાં એક મહિલા દુકાનદારે માવો આપવાની ના પાડતાં વ્યસની ગ્રાહકે ગુસ્સામાં આવી જઈને મહિલા દુકાનદાર ઉપર છરી વડે હુમલો કર્યો હતો
https://currentthaught.blogspot.com/2020/04/blog-post_10.html
(૬) કેટલાક લોકો એવા પણ છે, જે આપેલી છૂટછાટનો ગેરલાભ લઈને પોતાના બદઇરાદા પાર પાડતા હોય છે. ઇમરજન્સી હોય કે સાચું કારણ પોલીસને લાગે તો એક સર્ટિફિકેટ આપવામાં આવે છે. જેના આધારે લોકો પોતાનું જરૂરી કામ પતાવવા નીકળી શકે છે.અમદાવાદ પોલિસે એક્ટિવા પર Govt.Approved સેનિટાઇઝર સર્વિસનું બોર્ડ લગાવીને દારૂની ખેપ મારતા બે બુટલેગરને ઝડપી પાડયા હતા. શંકા જતા બંનેને સાઈડમાં લઈ જઈ તપાસ હાથ ધરતા એક્ટિવામાંથી દારૂની પોટલીઓ મળી આવી હતી.આમ આવા હંગામી લોક ડાઉન ના સમયમાં પણ લોકો વ્યસનથી દૂર રહી શકતા નથી એ વાત પાક્કી છે... આ વિશે આપ સૌ વાચક મિત્રોનો અભિપ્રાય નીચે આપેલા કમેંટ બોક્સમાં જણાવશો એવી આશા રાખું છું... 🙏
Aaj sacho samay chhe vyasanmukti no aa samye lock down ni jagya par pani ni rell hot to vyasan wala loko su karat
ReplyDeleteRight છે, વ્યસનમુક્તિ માટે આ સાચો સમય છે... પણ લોક ડાઉન ઉપર વ્યસન હાવી થઈ જાય છે... એ અઘરું છે...
Delete