કૃપા કરીને તમારા બધા ગ્રુપમાં શેર કરો અને જ્ઞાનવધૅક લાગે તો નીચે આપેલા કમેંટ બોક્સમાં પોતાનો અભિપ્રાય આપો....
* કોરોનાને ઓળખો *
* પ્રશ્ન (૧): - શું કોરોના વાયરસને નાબૂદ કરી શકાય છે..?
જવાબ: -
ના ! કોરોના વાયરસ એ નિર્જીવ કણો છે, જેના પર ચરબીનું સુરક્ષા કવચ (રક્ષણાત્મક પડ) ચઢેલું હોય છે. તે જીવંત વસ્તુ નથી, તેથી તેને મારી શકાતા નથી, પણ એ પોતાની જાતે જ કણ કણ થઈને ખતમ થઈ જાય છે (એનું વિઘટન પામે છે)
પ્રશ્ન (૦૨): -કોરોના વાયરસનું વિઘટન થવા માટે કેટલો સમય લાગે છે ?
જવાબ: -
કોરોના વાયરસ કેટલા સમયમાં વિઘટન પામે છે,એનો આધાર,
👉તેની આજુબાજુ કેટલી ગરમી અથવા ભેજ છે? અથવા
👉તે કયા સ્થાન પર છે, તે સ્થાનની પરિસ્થિતિ કેવી છે? એના પર આધારિત છે.
આ પણ વાંચવા જેવું :
https://currentthaught.blogspot.com/2020/04/arogya-setu-app.html
પ્રશ્ન (૦૩): -તેને કણ કણ કરીને કેવી રીતે તોડી શકાય છે ?
જવાબ: -
કોરોના વાયરસ ખૂબ નબળો છે. તેના ઉપર ચરબીનો રક્ષણાત્મક સ્તર ફાડી નાખવાથી તે મરી જાય છે. સાબુ અથવા ડીટરજન્ટનું ફીણ એમ કરવા માટે સૌથી અસરકારક છે. 20 સેકંડ કે તેથી વધુ સમય માટે સાબુ / ડીટરજન્ટ લગાવીને હાથ માલિશ કરવાથી તેનો રક્ષણાત્મક સ્તર તૂટી જાય છે અને તેનો નાશ થાય છે. તેથી તમારા શરીરના ખુલ્લા ભાગોને સાબુ અને પાણીથી વારંવાર ધોવા જોઈએ, ખાસ કરીને તે સમયે, જ્યારે તમે બહારથી ઘરે આવો છો.
પ્રશ્ન (૦૪): ગરમ પાણીનો ઉપયોગ કરીને તે સમાપ્ત કરી શકાય છે?
જવાબ: -
હા! ગરમી ઝડપથી ચરબી ઓગળે છે. આ માટે, શરીરના ભાગો અને કપડા ઓછામાં ઓછા 25 ડિગ્રી ગરમ (નવશેકું કરતાં થોડું ગરમ ) પાણીથી ધોવા જોઈએ. છીંક આવે કે ઉધરસ આવે ત્યારે વપરાયેલ રૂમાલને 25 ડિગ્રી અથવા તેથી વધુ ગરમ પાણીથી ધોવા જોઈએ. માંસ, ચિકન અથવા શાકભાજીને પણ રાંધવા પહેલાં 25 ડિગ્રી સુધીના ગરમ પાણીથી ધોવા જોઈએ.
પ્રશ્ન (૦૫): આલ્કોહોલ (સેનિટાઇઝર) દ્વારા કોરોના વાયરસનું રક્ષણાત્મક સ્તર તોડી શકાય છે?
જવાબ: -
હા! પરંતુ તે સેનિટાઈઝરમાં આલ્કોહોલનું પ્રમાણ 65% કરતા વધારે હોવું જોઈએ, તોજ તેના પરના રક્ષણાત્મક સ્તરને ઓગાળી શકે છે, નહીં તો નહીં...
પ્રશ્ન (૦૬): બ્લીચિંગ કેમિકલયુક્ત પાણીથી પણ તેના રક્ષણાત્મક સ્તરને તોડી શકાય છે?
જવાબ: -
હા! પરંતુ આ માટે પાણીમાં બ્લીચનું પ્રમાણ 20% હોવું જોઈએ. બ્લીચમાં હાજર કલોરિન અને અન્ય કેમિકલ કોરોના વાયરસના સંરક્ષણના સ્તરને તોડી નાખે છે. જ્યાં જ્યાં આપણા હાથ અડ્યા હોય એ દરેક સપાટી પર આ બ્લીચિંગ પાણીનો છંટકાવ કરવો જોઇએ. ટીવીનું રિમોટ, લેપટોપ અને મોબાઈલ ફોનને પણ બ્લીચિંગ પાણીમાં પલાળીને નીચવેલા કપડાથી સાફ કરવું જોઈએ.
પ્રશ્ન (૦૭): જીવાણુંનાશક દવાઓ દ્વારા કોરોના વાયરસને નાબૂદ કરી શકાય છે?
જવાબ: -
ના! જીવાણુંઓ સજીવ હોય છે, તેથી તેઓને એન્ટિબાયોટિક એટલેકે જીવાણુનાશક દવાઓ દ્વારા નાબૂદ કરી શકાય છે, પરંતુ વાયરસ નિર્જીવ કણો હોય છે, માટે એના પર એન્ટિબાયોટિક્સની કોઈ અસર થતી નથી. એટલેકે એન્ટીબાયોટીક્સથી કોરોના વાયરસને દૂર કરી શકાતો નથી.
આ પણ વાંચવા જેવું :
https://motivatediamondbridgegroup.blogspot.com/2020/04/Corona.html
આ પણ વાંચવા જેવું :
https://motivatediamondbridgegroup.blogspot.com/2020/04/Corona.html
પ્રશ્ન (૦૮): કયા સ્થાને કોરોના વાયરસ કેટલો સમય રહે છે?
જવાબ: -
* કપડાં પર: * ત્રણ કલાક સુધી
* તાંબા પર: * ચાર કલાક સુધી
* કાર્ડબોર્ડ પર : * ચોવીસ કલાક સુધી
* અન્ય ધાતુઓ પર: * ૪૨ કલાક સુધી
* પ્લાસ્ટિક પર: * ૭૨ કલાક સુધી
આ સમયગાળા પછી, કોરોના વાયરસ પોતાની જાતે જ વિઘટન પામે છે. પરંતુ આ સમય દરમિયાન, જો કોઈ વ્યક્તિ આ ચેપગ્રસ્ત વસ્તુઓને સ્પર્શ કરે છે અને હાથને યોગ્ય રીતે ધોયા વિના તેના નાક, આંખો અથવા મોંને સ્પર્શે છે, તો વાયરસ શરીરમાં પ્રવેશ કરશે અને સક્રિય થઈ જશે.
પ્રશ્ન (૦૯): - કોરોના વાયરસ હવામાં હાજર હોઈ શકે છે? જો હા, તો તે વિઘટન કર્યા વિના કેટલો સમય રહી શકે છે?
જવાબ: -
જે વસ્તુઓનો પ્રશ્ન (૦૮) ના જવાબમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એને હવામાં હલવવાથી, ખંખેરવાથી કે ઝાટકવાથી અથવા કોરોના positive દર્દીના છીંક ખાવાથી કોરોના વાયરસ હવામાં ફેલાય છે, કોરોના વાયરસ ત્રણ કલાક હવામાં રહી શકે છે, જેના પછી તે પોતાનું વિઘટન પામે છે.
પ્રશ્ન (૧૦): - કોરોના વાયરસ માટે કયા પ્રકારનું વાતાવરણ ફાયદાકારક છે અને કયા પ્રકારનાં વાતાવરણમાં તે ઝડપથી વિખેરાઇ જાય છે?
જવાબ: -
કોરોના વાયરસ કુદરતી ઠંડા વાતાવરણમાં અથવા એરકંડિશનની ઠંડીમાં વધુ અસરકારક રહે છે. તે જ રીતે, અંધારી અને ભેજવાળી જગ્યાએ પણ લાંબો સમય રહી શકે છે. એટલે કે, આ સ્થાનો પર તેનું ઝડપથી વિઘટન થતું નથી. સુકા, ગરમ અને અજવાળા વાતાવરણમાં કોરોના વાયરસ ઝડપથી નાશ પામે છે.તેથી જ્યાં સુધી કોરોના મહામારી છે, ત્યાં સુધી એસી અથવા એર કૂલરનો ઉપયોગ કરશો નહીં.
પ્રશ્ન (૧૧): - કોરોના વાયરસ પર તીવ્ર સૂર્યપ્રકાશની શું અસર થાય છે?
જવાબ: -
સૂર્યપ્રકાશમાં હાજર અલ્ટ્રાવાયોલેટ કિરણો ઝડપથી કોરોના વાયરસને વિઘટિત કરે છે, કારણ કે તેનો રક્ષણાત્મક સ્તર મજબૂત સૂર્યપ્રકાશમાં પીગળી જાય છે. તેથી જ ચહેરા પર લગાવેલ ફેસમાસ્ક અથવા રૂમાલનો ઉપયોગ સારી રીતે ડીટરજન્ટથી ધોવા અને મજબૂત સૂર્યપ્રકાશ હેઠળ સૂકવ્યા પછી ફરીથી થઈ શકે છે.
પ્રશ્ન (૧૨): - કોરોના વાયરસ આપણા ત્વચામાંથી શરીરમાં પ્રવેશ કરી શકે છે?
જવાબ: -
ના! સ્વસ્થ ત્વચામાંથી કોરોના વાયરસ પ્રવેશી શકતો નથી. જો ત્વચા પર કટ અથવા ઘા હોય તો ચેપ લાગવાની સંભાવના છે.
પ્રશ્ન (૧૩): - સરકો મિશ્રિત પાણીથી કોરોના વાયરસનો નાશ થઈ શકે છે?
જવાબ: -
ના! સરકો કોરોના વાયરસના રક્ષણાત્મક સ્તરને તોડી શકતો નથી. તેથી, સરકાના પાણીથી હાથ અને મોં ધોવાનો કોઈ ફાયદો નથી.
નોંધ - કાપડ, દરવાજા, ઘંટડી બટન, જૂતા, ચપ્પલ , થેલી, ગાડી, ચાવી, કાચ, શાકભાજી, ફળ, રૂપિયા વગેરેના સંપર્કમાં આવ્યા પછી આંખો, કાન, નાક, મોં અને ગુપ્ત અંગોને સ્પર્શશો નહીં. .
ખાતરી કરો કે ગરમ મીઠાના પાણીથી કોગળા કરો, ચા અથવા કોફી અથવા ગરમ પાણી પીશો, કોરોના વાયરસ શરીરમાં પ્રવેશ્યા પછી પણ શ્વસન તંત્ર સુધી પહોંચી શકશે નહીં અને તમે સુરક્ષિત રહેશો.
આભાર
ડો.એસ.કે.મહેતા
9872501640
દ્વારા પોસ્ટ કરાયેલ
વોશિંગ્ટન યુનિવર્સિટી
યુએસએ
આ બ્લોગ ડૉ. એસ. કે. મહેતા, વોશિંગ્ટન યૂનિવર્સિટી, યુ. એસ. એ., દ્વારા જારી કરવામાં આવેલ અંગ્રેજી પરિપત્રનું આપ સૌ ગુજરાતી વાચકમિત્રો માટે અનુવાદ કરવામાં આવ્યું છે.....
Comments
Post a Comment
For more details plz comment... 🙏