Skip to main content

Posts

Showing posts from April, 2020

Identify Corona...

Please share in all your groups and if you feel knowledgeable, give your opinion in the comment box below .... * Identify Corona * * Question (01): - Can Corona virus be eradicated ..? Answer: - No! Corona viruses are inanimate particles that have a protective layer of fat on them. It is not a living thing, so it cannot be killed, but it decomposes on its own. Question (02): How long does it take for the corona virus to decompose? Answer: - Depending on how long the corona virus decomposes, 👉 How much heat or humidity is there around it? Or 👉 Where is it located, what is the condition of that place? Based on it. Question (03): -How can it be broken by particles? Answer: - Corona virus is very weak. Tearing down the protective layer of fat on top of it kills it. Soap or detergent foam is most effective for doing so. Hand massage with soap / detergent for 20 seconds or more breaks down its protective layer and destroys it. So ex...

કોરોના વાયરસ ને ઓળખો....

કૃપા કરીને તમારા બધા ગ્રુપમાં શેર કરો અને જ્ઞાનવધૅક લાગે તો નીચે આપેલા કમેંટ બોક્સમાં પોતાનો અભિપ્રાય આપો....  * કોરોનાને ઓળખો * * પ્રશ્ન (૧): - શું કોરોના વાયરસને નાબૂદ કરી શકાય છે..?  જવાબ: - ના ! કોરોના વાયરસ એ નિર્જીવ કણો છે, જેના પર ચરબીનું સુરક્ષા કવચ (રક્ષણાત્મક પડ) ચઢેલું હોય છે. તે જીવંત વસ્તુ નથી, તેથી તેને મારી શકાતા નથી, પણ એ પોતાની જાતે જ કણ કણ થઈને ખતમ થઈ જાય છે (એનું વિઘટન પામે છે)  પ્રશ્ન (૦૨): -કોરોના વાયરસનું વિઘટન થવા માટે કેટલો સમય લાગે છે ?  જવાબ: - કોરોના વાયરસ કેટલા સમયમાં વિઘટન પામે છે,એનો આધાર,  👉તેની આજુબાજુ કેટલી ગરમી અથવા ભેજ છે? અથવા  👉તે કયા સ્થાન પર છે, તે સ્થાનની પરિસ્થિતિ કેવી છે? એના પર આધારિત છે. આ પણ વાંચવા જેવું : https://currentthaught.blogspot.com/2020/04/arogya-setu-app.html પ્રશ્ન (૦૩): -તેને કણ કણ કરીને કેવી રીતે તોડી શકાય છે ?  જવાબ: -  કોરોના વાયરસ ખૂબ નબળો છે. તેના ઉપર ચરબીનો રક્ષણાત્મક સ્તર ફાડી નાખવાથી તે મરી જાય છે. સાબુ અથવા ડીટ...

આરોગ્ય સેતુ (Arogya Setu) App. કઈ રીતે કામ કરે છે..?

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૧૪ એપ્રિલ, ૨૦૨૦ મંગળવારે સવારે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં દેશવાસીઓને 'આરોગ્ય સેતુ એપ' (Aarogya Setu App) ડાઉનલોડ કરવાનો આગ્રહ કર્યો છે, ત્યારબાદ ૨૪ કલાકના સમયગાળામાં જ ૫ કરોડ લોકોએ આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી છે.  👉 કેન્દ્ર સરકારનાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આરોગ્ય મંત્રાલયના સહકાર સાથે તૈયાર કરેલું આ એપ ગૂગલ પ્લે સ્ટોર તથા એપલના એપ સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે...  👉 આરોગ્ય સેતુ એપ ૧૧ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. 👉 App ની બનાવટ એવી છે કે એ ગમે એટલું લોડ (load) હોય તો પણ ચાલી શકે છે  👉 આ એપ કોરોના વાયરસને નિયંત્રિત કરવા અને તેની જાણકારી સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે બનાવવા આવી છે. 👉 આ એપને ઇન્સ્ટોલ કર્યા બાદ સેટ અપ કરવું એકદમ સરળ છે. લોકેશન(GPS)ને always on રાખવાનું છે અને બ્લુટુથ (Bluetooth) ને પણ ચાલુ રાખવાનું છે. 👉 રજીસ્ટ્રેશન પ્રોસેસ માટે તમને ફોન પર OTP મોકલવામાં આવશે, જેને ભરવાનો રહેશે. ત્યાર બાદ તમારે પોતાની પર્સનલ માહિતી નામ, ...

નવું લોક ડાઉન ૩ મે સુધી રાખવાનું આ છે કારણ...!!!

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનને ૩ મે, ૨૦૨૦ સુધી વધારવાનો નિર્ણય જાહેર કર્યો એ પહેલાં જ અન્ય ઘણા રાજ્યોએ ૩૦ એપ્રિલ, ૨૦૨૦ સુધીનું પોતાના રાજ્યમાં લોકડાઉન જાહેર કરી જ દીધું હતું.  માટે લોકડાઉન વધશે તે અંગે લોકોને અંદાજ તો હતો જ અને વધ્યું પણ ખરું પણ ઘણા લોકો હેરાન છે કે આખરે વડાપ્રધાને ૧૯ દિવસનું લોકડાઉન કયા હિસાબે લાગુ કર્યું, કેમકે લોકડાઉન લંબાવવા પહેલા લોકોમાં ૩૦ એપ્રિલ સુધી લોકડાઉન રહેવાની શક્યતા વધી હતી. બધા વિચારમાં છે કે ૩ મે જ કેમ, ૩૦ એપ્રિલ કેમ નહીં...? કે પછી ૧ અથવા ૫ મે કેમ નહીં...? આ પણ વાંચવા જેવું : https://motivatediamondbridgegroup.blogspot.com/2020/02/blog-post.html આવો સમજીએ ૩ મે વાળું ગણિત...      રાજય સરકારોએ કેન્દ્ર સરકારને લોકડાઉનને ૩૦ એપ્રિલ સુધી વધારવાની અપીલ કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે રજાને જોતા તેને ૩ મે સુધી વધારી દીધું છે.૧ મે શુક્રવારના દિવસે વિશ્વ મજુર દિવસની રજા છે. તે પછી ૨ મે શનિવાર અને ૩ મે રવિવાર એમ બે વીક એન્ડની રજા પડે છે. આ પણ વાંચવા જેવું : https://itsolutiondiamondb...

વ્યસન સંતોષવા માટેના રસપ્રદ કિમીયા..!!!

કોરોનાવાઇરસને લઇને દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન છે તેમજ સરકાર અને પોલિસ દ્વારા આ લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે, ત્યારે અમુક જીવનજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુ માટે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. જોકે પાન, માવા, મસાલા, ગુટખા, સિગરેટ આવશ્યક ચીજવસ્તુ માં નહીં આવતાં હોવાથી એના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવા સમયે વ્યસની લોકો મોઢે માગ્યા રૂપિયા આપીને વ્યસન કરતા હોય છે. ત્યારે આવી તક વેપારી પણ ઝડપી લેતા હોય છે.  કોરોના વાયરસનો ગુજરાતમાં હાલ કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં લોકડાઉનના ઘણા દિવસો થતાં વ્યસનીઓની ધીરજ ખૂટી રહી છે. લત લાગેલી હોય અને લોકડાઉનના કારણે પાન, માવા, મસાલા, ગુટખા કે સિગરેટ મળવી મુશ્કેલ થઈ છે. ત્યારે આવા સમયે કંઈ પણ કરી વ્યસનીઓ પોતાની લતને સંતોષવાના નવા નવા કિમીયા કરતા હોય છે.   આ પણ વાંચવા જેવું 👇:               https://currentthaught.blogspot.com/2020/04/blog-post_12.html વ્યસનીઓ પોતાની જરૂર પુરી કરવા વેપારીઓને કહે છે અને વેપારી તમામ વસ્તુ તેમના સુધી પહોંચાડતા હોય છે, ત્યારે સર...

ડાયમંડ અને કાપડ ઉદ્યોગની હાલત કફોડી બનશે..!!!

વતન જવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવેલા મૂજરો .     સુરત શહેરના સરથાણા વિસ્તારમાં શુક્રવારે રાત્રે મોટી સંખ્યામાં લૂમ્સ (Loom Worker)માં કામ કરતા મજૂરો (Daily Wager) રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ લોકોએ પોલીસ પર પથ્થમારો (Stone Pelting on Police) કર્યો એટલું જ નહીં આ દરમિયાન આગજનીના બનાવો પણ બન્યા હતા. જે બાદ પોલીસે (Surat Police) કેટલાક લોકોની અટકાયત કરી લીધી હતી. સુરત શહેરમાં રોજીરોજી માટે અન્ય રાજ્યમાંથી આવતા હજારો મજૂરો રહે છે. લૉકડાઉન (Lockdown)ને કારણે આ તમામ લોકો બેરોજગાર બન્યા છે. એટલું જ નહીં શુક્રવારે ચાર હજાર જેટલા લોકો રસ્તા પર નીકળ્યા હતા, તેમની માંગણી તેમને તેમના વતન જવાની પરવાનગી આપવામાં આવે તેવી હતી. સુરતમાં હાલ હજારો પરપ્રાંતિયો ધંધા-ઉદ્યોગ ઠપ્પ થઈ જતાં આર્થિક ભીંસમાં મૂકાયા છે. હવે જ્યારે પણ લૉકડાઉન ખુલશે ત્યારે આ લોકો વતનની વાટ પકડશે. એટલે કે લૉકડાઉન ખુલ્યા બાદ પણ ધંધા અને ઉદ્યોગની હાલત વધારે કફોડી બનશે. હાલ પરપ્રાંતિયો પાસે વતન મોકલવા માટે પૈસા નથી તેમજ પોતાના જીવન નિર્વાહ માટે પણ પૈસા નથી. આથી આ લોકો હવે ઉગ્ર પ્રદર્શન સાથે રસ્તા પર ઉતરી રહ્...

ટાઈમપાસ કઈ રીતે કરશો..?

    કોરોના વાઈરસના લીધે જે 21 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે, તેના લીધે ક્યારેય ઘરમાં નવરા બેસવા ન ટેવાયેલા લોકો વધારે પરેશાન થઇ રહ્યા છે. સમય કાઢવો તો પણ ક્યાં? તેની મૂંઝવણ વચ્ચે તેમણે કેટલાક રમુજી ટાઇમપાસ નુસખા શોધી કાઢ્યા છે. આ અજીબો ગરીબ ટાઇમપાસ હરકતો જાણીને તમને પણ ચોક્કસ હસવું આવી જશે... 👉 મિક્સરને અનિમક્સ કરી નાંખ્યું મીક્સ ચેવડાને દેશી ભાષામાં 'મિક્સર' કહેવાય. જુદા જુદા ચવાણાને ભેગુ કરીને બનાવાયેલા આ મિકસ ચેવડાને લોકોએ નવરા નવરા ઘરમાં બેઠા અનિમક્સ કરી નાંખ્યું એટલેકે તેની દરેક સેવ, ગાંઠીયો, મમરો અલગ. 👉 તમારા ઘરનો પંખો કેટલી વારમાં સ્થિર થાય? લો બોલો. સુતા સુતા પંખા પર નજર જાય તે વાત સ્વભાિવક છે. પરંતુ તેને બંધ થતા કેટલી વાર લાગે તેનો સમય ક્યારેય નોટ કર્યો છે ખરી..? એક સોશ્યલ મીડિયા યુઝરે તેની પણ નોંધ લીધી. તેમના મતે તેમના ઘરના પંખાને બંધ થતા 1 મીનીટ અને 22 સેકન્ડનો સમય લાગે છે. 👉 એક લીટરની બોટલમાં કેટલા ટીપા પાણી ? કેટલાક લોકો તો કંઇક વધારે પડતા જ નવરા પડી ગયા છે, આથી તેમને નાના-નાનાં ટાઇમપાસના નુસખા પોસાય તેમ ન...
કોરોના તો જતો રહેશે, પણ કોરોના ભારતને ઘણું બધું આપી જશે...!!! આમ તો વિપદા માણસને ઘણું બધું શીખવાડી જતી હોય છે . વિશ્વ કોરોનાની આફતમાંથી શું શીખશે..? તેની ખબર નથી, પણ કોરાના ભારતીયોને ઘણી બાબતની શીખ આપી દેશે.આધુિનકતા તરફની દોટને કારણે આપણે આપણીપરંપરા ભૂલી પશ્ચિમના દેશોનું આંધળુ અનુકરણકરવા લાગ્યા હતા, પણ કોરાનાએ જાણે આપણને બ્રેક મારી પશ્ચિમ તરફ જતા અટકાવ્યા છે. કોરોના કયારે અટકશે અને કોરાનાને કારણે કેટલા લોકો પોતાનો જીવ ગુમાવશે તે કહેવું હાલમાં મુશ્કેલ છે ,પણ કોરાના ભારતમાંથી વિદાય લેશે ત્યારે કોરોના ભારતીયોને નવી દિશા અને જૂની જીવનપધ્ધિત આપી જશે. (1) આપણી જૂની પરંપરા હતી કે જ્યારે આપણે બહારથી ઘરે આવીએ ત્યારે બુટ ચંપલ બહાર ઉતારી ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં હાથ પગ ધોઈ ઘરમાં પ્રવેશ કરતા હતા, પણ હવે હાથ પગ ધોવાનું તો બાજુ ઉપર રહી ગયું, પણ અનેક ઘરોમાં બુટ ચંપલ પહેરી ફરવા લાગ્યા હતા,પણ કોરાનાએ આપણને અટકાવ્યા અને આપણને ફરજ પાડી છે કે તમારી જૂની પરંપરા પ્રમાણે બુટ ચંપલ બહાર ઉતારી હાથ પગ સારી રીતે ધોઈ ઘરમાં પ્રવેશ કરો. (2) વિશ્વ જયારે યોગ અને આયુર્વેદ ...